દુનિયાને બલ્બથી ઝળહળતું કરનારના જીવનમાં એક નજર : થોમસ આલ્વા એડિસન
થોમસ આલ્વા
એડિસન , નામ તો સૂના હી હોંગા ? અને જો ના સાંભળ્યું હોય તો તમે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન આવતું હતું એ સરખું
નહીં ભણ્યા હોય. તમે યાદ હોય તો એક ખાલી જગ્યા પૂરવાનો સવાલ આવતો હતો કે … “બલ્બની શોધ ________ કરી હતી . ” યાદ આવ્યુંને હવે કે થોમસ આલ્વા એડિસન કોણ ? તમને જાણતા નવાઈ લાગશે કે થોમસ એડિસન માત્ર બલ્બના લીધે જ જાણીતા નથી પણ
બલ્બની સાથે સાથે મોશન પિક્ચર ફોટોગ્રાફ્સ, ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર વગેરે જેવા હાલ પણ
જરૂર પડે એવી શોધો કરી હતી. તો ચાલો આજે આપણે થોમસ આલ્વા એડિસન,એટલે કે જેમણે લોકોના ઘર ઝળહળતાં કર્યા તેમના જીવન પર એક ડોકિયું કરીયે.
થોમસ આલ્વા
એડિસનએ એક શોધકની સાથે સાથે ચાલાક બિઝનેસમેન હતા. હજુય પણ તેમની શોધો હાલ પણ
વખાણવા લાયક છે. તેમની બધી શોધોમાંથી બલ્બ અને ફોટોગ્રાફ એ સૌથી ચર્ચિત શોધો છે.
તેમણે મોશન પિક્ચર કેમેરાની પણ શોધ કરી હતી જેને તેમના નામથી ઓળખવામાં આવે છે, ” ધ વિઝાર્ડ ઓફ મેન્લો પાર્ક” !
તેમના નામે
અમેરિકામાં 1000 કરતાં પણ વધુ પેટન્ટ્સ છે. આ આંકડો તેમને
જર્મની, ફ્રાન્સ અને યુ.કે. માં નોંધાવેલી પેટન્ટ ને બાદ કર્યા પછીનો છે. 2003 સુધીમાં તેમનું નામ દુનિયાના સૌથી વધારે પેટન્ટ્સ ધરાવતા વ્યક્તિઓમાં મોખરે
હતું.
જુવાન ‘થોમસ’…
થોમસ એ 7 બાળકોમાં સૌથી નાના હતા. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ અમેરિકાના મીશીગન નામના શહેરમાં એક કેનેડિયન પિતા ને ન્યુયોર્કર માતાના ઘરે થયો હતો. તેઓ
સ્કુલમાં હતા ત્યારે તેમની વિચારશક્તિને તેમના શિક્ષકે ‘સડેલી’ કહી. કેમકે તેઓ કલાસમાં હંમેશા બેધ્યાન રહેતા. આથી તેમની માતાએ તેમને સ્કુલમાંથી
ઉઠાવી દીધા અને ઘરે ભણવાનું શરૂ કર્યું . ભણતા ભણતા તેમની માતા એ તેમને જીવનનું મહત્વ સમજાવતા કહ્યું કે તેઓ મહાન કામોંના અર્થે પૃથ્વી પર આવ્યા છે.
આથી થોમસ લાગણીવશ થઈ એક દ્રઢ નિર્ણય કર્યો કે તેઓ તેમના માતા-પિતા,ખાસ કરીને માતાને ક્યારેય દુઃખી નહીં કરી.
તેમના જીવનના
સૌથી ખરાબ દિવસો
જુવાનીમાં તેઓ ‘સ્કેરલેટીના'(‘Scarlet Fever – જેમાં તાવની સાથે સાથે શરીર પર લાલ જેવા ચાઠાં
થાય-ટોમ એન્ડ જેરીમાં જોયું હોય તો યાદ હશે ) નામના રોગમાં સપડાયા. થોડાજ સમય પછી તેમને
કાનમાં સાંભળવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ.કાનની મધ્યમાં ઇન્ફેક્શન થયું .14ની ઉંમરે તેમનો જમણો કાન 80% અને ડાભો કાન
સંપૂર્ણ રીતે બેહરો થઈ ગયો હતો. તેમણે એ વાસ્તવિકતા સ્વીકારી દીધી હતી કે હવે
તેઓ પક્ષીઓનો મધુર કલરવ નહીં સાંભળી શકે. જ્યારે ઘર બદલી બીજા શહેરમાં રહેવા
લાગ્યા, ત્યાં રેલવે સ્ટેશન આવતી જતી ટ્રેનમાં છાપાં અને ચોકલેટો, અને શાકભાજી વેંચતા. અને આ રીતે ઘરની આવકમાં થોડી મદદ કરતા.
તેમ છતાં પણ તેઓ શાળાએ ભણવા જવાય એટલી આવક ન હોવાથી , ઘરે ભણતા.
જ્યારે નવસર્જનનો શોખ જાગ્યો…
તેઓ ઘરે ભણતા
હોવાથી ભણવામાં કોઈના પર આધાર રાખતા નહોતા રાખતા .
જેના પરિણામરૂપે
તેઓ એ સમયની ગણિત અને વિજ્ઞાનની થિયરી અંગે પોતાને ને જ સવાલ પૂછતાં, અને ઇલેક્ટ્રિક અંગે જે કઈ મૂંઝવણ હોય તેને તો તે જાતે જ પ્રેક્ટિકલ કરી જ
સાચી માનતા. તેમની યાદશક્તિ અને ધીરજ ગજબની હતી, જે કોઈ પણ નવા પ્રયોગ કરવા માટે યોગ્ય હતી.
જેના કારણે તેમને પોતાની કેટલીયે થિયરી લખી. પોતાના મગજને નવા પ્રયોગોથી જ્ઞાન
મેળવવાં કોસતા, પોતાની જ થિયરી પર શંકા કરી તેના પર વધુને વધુ પ્રયોગો કરતાં. ખરેખર આને જુનૂન
કહેવાય ! તેમને એક વાર એવું પણ કહેલું કે, ” વિધુતને લાગતી કોઈ પણ થિયરીને હું ટેસ્ટ કર્યા
વગર માનું જ નહીં.”
તેમણે એક વાર ‘અબ્રાહમ લિંકન’ના જીવન આધારિત સાહિત્ય પર એક કેમ્પેઇનનું આયોજન કર્યું હતું.
જેમાં તેઓ અબ્રાહમ લિંકનને પોતાના હીરો ગણાવતા. લોકોને લિંકનના ફોટોગ્રાફ પણ આપતા.
તેમના આ કેમપેઇનથી તેમને સારી એવી આવક થઈ,જેનાથી તેઓ એ ઘરે એક કેમિકલ લેબોરેટરી બનાવી.
તેમની માતા સહિષ્ણુ અને ધીરજ વાળા હોવાથી થોમસના આ
પ્રયાસને આવકાર્યો. એકવાર એવું બન્યું કે તેઓ લેબમાંથી આવટી
કેમિકલની ગંધને સહનના કરી શક્યા અને થોમસને આ બધું હટાવી દેવા કહ્યું. જે અનુસરતા
તેઓએ આ બધું બંધ કરી દીધું.
થોમસ ખરેખર
જૂનૂની હતા… તેમણે એક સમયે એવું પણ વિચાર્યું કે કાન માં સંભળાતું નથી એના માટે ઓપરેશન
કરાવી શકાય. પણ પછી વિચાર બદલાઈ ગયો કે કદાચ આ ઘોંઘાટ વાળી દુનિયા તેમને તેમના
પ્રયોગો અને થિયરી શીખવામાં નડતરરૂપ થાય એના કરતા સારું. એમ વિચારીને ઓપરેશન
કરવાના નિર્ણયને માંડી વાળ્યો.
તેઓ મોર્સ કોડ
અને ટેલિગ્રાફી શીખ્યા. 15 વર્ષની વયે તેઓ ટેલિગ્રાફ ઓપેરટર તરીકે કામ
કરવા લાગ્યા. 19 વર્ષની વયે તેઓ વેસ્ટર્ન યુનિયનમાં ટેલિગ્રાફર
તરીકે જોડાયા. તેમને ફરજીયાત રાતની શિફ્ટમાં કામ કરવું પડતું. પણ આનાથી તેમને
તેમના પ્રયોગો અને નવી થિયરીઓ શીખવામાં સારો એવો સમય મળી જતો. આપણી ભાષામાં કહીયે
તો। …નોકરી પતાવીને તેઓ નવા નવા અખતરાં કરતા. . એકવાર એવું થયું કે તેઓ તેમનો કઈંક પ્રયોગ કરી રહ્યા હતાને આકસ્મિક રીતે
સલ્ફ્યુરિક એસિડ તેમના બોસના ટેબલ પર ઢોળાયું. આથી તેમના બોસે તેમને નોકરીમાંથી
કાઢી મૂક્યા.
એક પારંગત નવસર્જક…
આ ઘટનાથી પછી પણ
તેઓ તેમના શોખને વળગી જ રહ્યા. આપણે પેલી રજનીગંધાની એડ આવે છે ને કે … શોખ બડી ચીજ હે. બસ એજ વાક્ય એડિસન માટે પણ સેટ થાય. થોડાક જ વર્ષો બાદ તેઓ
દુનિયા સમક્ષ કેટલાય મહત્વના ઉપકરણો લઈ આવ્યા અને દુનિયાએ તેમને ઇતિહાસના મહાન
શોધક તરીકે વધાવી લીધા. આજે તેમના લીધે જ દુનિયાના દરેક ખૂણે રાત્રે પણ ઘેર ઘેર
અજવાળાં પથરાય છે.
નીચે તેમની
શોધોના લીસ્ટમાંથી માનવજગતને સૌથી મૂલ્યવાન ભેટ દર્શાવી છે.
1.
લાઈટ બલ્બ
2.
ફોનોગ્રાફ
3.
મોશન પિક્ચર
4.
આયર્ન ઓર સેપ્રેટર(લોખંડમાંથી અશુદ્ધિઓ દૂર કરવા )
5.
ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર
આ પાત્રના પડદા પાછળનો કિરદાર…
થોમસ એડિસન
તેમની માતાના પ્રેમ અને ધીરજના વગર આટલા મહાન કાર્યો ના કરી શકત. તેમની માતાએ
થોમસને બીજા બધા કરતા અલગ હોવા છતાં પણ તેઓ હિંમત ના હાર્યા. સ્કુલમાંથી ઉઠાવી
લીધો અને ઘરે ભણાવ્યો. થોમસની કમજોરી ને તેમની તાકાત બનાવી આપી. પેલી કેહવત સાંભળી છેને કે દરેક સફળ માણસની સફળતાનું કારણ એક સ્ત્રી હોય છે.
આપણે તો પડદા આગળ ઉભેલા થોમસના પાત્રની વાત કરી, પણ પડદા પાછળ રહી ડાયરેક્ટરની ભૂમિકા ભજવનાર
તેમની માતા હતા. એટલે જ તો તેમની આ ફિલમ(થોમસ નું જીવન )
સફળ રહ્યું.
થોમસ એડિસનના જીવનમાંથી શીખવા જેવી વાતો…
§
તમારી કમજોરી જ્યાં સુધી તેના વિશેની વિચારસારણી નહીં બદલો ત્યાં સુધી કમજોરી
જ રહેશે.
§
પોતાની જાતે શીખો, જાતે પોતાને આકાર આપો ,સ્વનિર્ભર બનો. કઈંક બનો.
§
નિષ્ફળતા જેવું કઈં હોતું જ નથી. તમે 10000 વખત નિષ્ફળ થયા ….મતલબ તમે 10000 એવી રીતો શોધી કે જેનાથી તે નિષ્ફળ થઈ.
§
તમને જેમાં સૌથી વધુ આનંદ મળતો હોય તે જ વસ્તુ કરવી.
No comments:
Post a Comment